Lions International District 3232 F2 (Year 2026-2027)
આપણું ડિસ્ટ્રિક્ટ 3232 F2 અસ્તિત્વમાં આવ્યું તે પહેલા તે 323 F તરીકે ઓળખાતું , જે હાલના 3232 F1 અને 3232 F2 સંયુક્ત રીતે બનેલું હતું. લગભગ ૬૬ જેટલી ક્લબો અને આશરે ૫૮૦૦ જેટલી સભ્ય સંખ્યા ધરાવતા આ ડિસ્ટ્રિક્ટનો ભૌગોલિક વિસ્તાર નડિયાદ, દાહોદ, ગોધરા,
ખંભાત, કપડવંજ, રાજપીપળાથી લઈને વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, મઢી, સોનગઢ-ઉકાઈ, વાપી, ઉમરગામ, દાદરા અને નગર હવેલી, દમણ
સુધી વિસ્તરેલો હતો. આપણા ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ ક્લબ નવસારી અને લાયન્સ ક્લબ સુરત સૌ પ્રથમ અસ્તિત્વમાં આવી હતી. પરંતુ લાયન્સ ક્લબ ઓફ સુરતને સૌ પ્રથમ ચાર્ટર
વર્ષ ૧૯૫૭માં મળ્યું હતું.
વર્ષ ૨૦૦૪-૨૦૦૫માં વહીવટી સરળતા ખાતર આપણા ડિસ્ટ્રિક્ટનું વિભાજન થયું અને 323 [1 અને 323 F2 એમ બે નવા ડિસ્ટ્રિક્ટ પ્રસ્થાપિત થયાં,
જેમાં આપણું ડિસ્ટ્રિક્ટ 323 F2 તરીકે ઓળખાયું. સંયુકત ડિસ્ટ્રિક્ટ 323 Fat આખરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. જમશેદજી દોટીવાલા (વર્ષ ૨૦૦૩-૨૦૦૪)
હતા. આપણું ડિસ્ટ્રિક્ટ 323 -2 ૨૦૦૪-૨૦૦૫માં જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેના ભૌગોલિક વિસ્તારમાં ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ,
આઢવા-ડાંગ, વાપી, ઉમરગામ, ભીલાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થયો. તે સમયે આપણા ડિસ્ટ્રિક્ટમાં
આશરે ૩૪ ક્લબો અને ૧૯૨૯ જેટલી સભ્ય સંખ્યા હતી. નવા બનેલા ડિસ્ટ્રિક્ટનું Aqra પ્રથમ ગવર્નર તરીકે ભૂતપૂર્વ લાયન ડૉ. ઉદય શાહે સંભાળ્યું હતું.
તે સમયે આપણા ડિસ્ટ્રિક્ટનો સમાવેશ મલ્ટીપલ ૩૨૩માં થતો હતો, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢનો સમાવેશ થતો
હતો.
વર્ષ ૨૦૧૭-૧ ૮માં વહીવટી સરળતા ખાતર આપણા મલ્ટીપલ ૩૨ ૩નું વિભાજન થતા મલ્ટીપલ ૩૨૩૨ અસ્તિત્વમાં આવ્યું , જે ગુજરાત રાજ્યનું બનેલું છે,
અને તેથી 323 [-2 તરીકે ઓળખાતું આપણું ડિસ્ટ્રિક્ટ વર્ષ ૨૦૧૭-૧ ૮થી 3232 F2 તરીકે ઓળખાય છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ 3232 [2માં ૮૫ ક્લબ અને
લગભગ ૩૦૦૦ સભ્ય સંખ્યા છે. લાયનેસ્ટિક વર્ષ ર૦૧૭-૧ ૮માં આપણા ડિસ્ટ્રિક્ટ 3232 [-2નું બંધારણ અસ્તિત્વમાં આવ્યું.
* વહીવટીમાળખું :
ડિસ્ટ્રિક્ટના માળખામાં ૬ રીજીયન અને ૧ ૮ ઝોનનો સમાવેશ થયો હતો. રીજીયન ૧ ભરૂચ, અંકલેશ્વર, ઉકાઈ, સોનગઢ, માંડવી, મઢી, અને બારડોલી,
રીજીયન ૨ અને ૩ માં સુરતની કલબોનો સમાવેશ કરવામાં આવેલ છે. રીજીયન ૪ માં નવસારી, આહવા-ડાંગ, વાંસદા, બીલીમોરા, અમલસાડ, ગણદેવી
અને ચિખલી સુધીનો વિસ્તાર છે. રીજીયન પ અને ૬ માં વલસાડ, વાપી, સેલવાસ, દાદરા અને નગરહવેલી, ઉમરગામ, ભીલાડ અને દમણ સુધી વિસ્તરેલ
છે.
* ડિસ્ટ્રિક્ટનો વહીવટ :
સમગ્ર ડિસ્ટ્રિક્ટનું સુકાન ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંભાળે છે પરંતુ, એ પહેલા તે બે વર્ષ અનુક્રમે દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ
ગવર્નરનો હોદ્દો સંભાળે છે. દર વર્ષે ડિસ્ટ્રિક્ટ કન્વેન્સનમાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની નિયુક્તિ ચૂંટણી પ્રક્રિયા દ્રારા થાય છે. આ sai લાયન
સભ્યો વોટીંગ દ્વારા યોગ્ય લીડરને દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ચૂંટી કાઢે છે, જે બે વર્ષ પછી ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળે છે.ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું સ્કૂલીંગ લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલના હેડક્વાટર્સ શિકાગો-યુએસએ ખાતે થાય છે, જ્યારે તેઓનું ઈન્સ્ટોલેશન ઈન્ટરનેશનલ કન્વેનશનમાં થાય છે.
પોતાનો હોદ્દો સંભાળ્યા પછી ડિસ્ટ્રિક્ટ ગવર્નર પોતાના પ્લાન,પોલીસી અને પ્રોગ્રામ તૈયાર કરે છે અને તેને સુચારૂ રૂપે અમલમાં લાવવા વહીવટી માળખું (કેબીનેટ) તૈયાર કરીને વિવિધ વહીવટી કમિટીઓની રચના કરે છે. જેમાં રીજીયન ચેરપર્સનો , ઝોન ચેરપર્સનો તથા લાયન્સ ઈન્ટરનેશનલ તેમજ પોતાનાપ્રોગ્રામ અનુસાર વિવિધ પોર્ટફોલિયો સંભાળતા ડિસ્ટ્રિક્ટ ચેરપર્સનોને નિયુક્ત કરે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નરપોતાની પીન, સ્લોગન અને થીમ દ્વારા તમામ ક્લબોને સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેનું એક ચોક્કસ ધ્યેય અને ગાઈડલાઈન પૂરા પાડે છે, જેના અમલીકરણમાં આવતી મુશ્કેલી દૂર કરવા માટે રીજીયન ચેરપર્સન પોતાના રીજીયનમાં તથા ઝોન ચેરપર્સન પોતાના ઝોનમાં આવતી ક્લબોને માર્ગદર્શનપૂરું પાડેછે.
ડિસ્ટ્રિક્ટની વહીવટી પાંખ આ તમામ વહીવટી અને સેવાકીય પ્રવૃત્તિઓ તાલબદ્ધ રીતે ચાલતી રહે એ માટે પ્રયત્નશીલ રહે છે.આપણું ડિસ્ટ્રિક્ટ અસ્તિત્વમાં આવ્યું ત્યારે ડિસ્ટ્રિક્ટના પ્રથમ ગવર્નર લાયન્સ ક્લબ ઓફ સુરતના સ્વ. આર. ટી. પોપાવાલા (વર્ષ ૧૯૬૨-૬૩) હતા. ત્યારબાદ અનુગામી ડિસ્ટ્રિક્ટ ગવર્નરોએ તેમના કાર્યો થકી ડિસ્ટ્રિક્ટને નેતૃત્ત્વ પૂરું પાડીને તેને ઈન્ટરનેશનલ તેમજ મલ્ટીપલમાં નવી ઊંચાઈઓ પર મૂક્યું છે. હાલ ૨૫ જેટલા ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો પોતાના અનુભવના સથવારે ડિસ્ટ્રિક્ટને માર્ગદર્શિત કરી રહ્યા છે.
* લાયત્સક્લબ્સ ઈન્ટરનેશનલનું માળખું :
વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા (એનજીઓ) એટલે કે લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ. જે વિશ્વના આશરે ૨૧૦ દેશોમાં ફેલાયેલી છે અને સેવા અને ભ્રાતૃભાવનાને વરેલા લગભગ ૧૪.૪ લાખ જેટલા લાયન સભ્યો સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલે સમગ્ર વિશ્વની ક્લબોને આઠ એરિયામાં વિભાજિત કરી છે જેને એરિયા ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ડિસ્ટ્રિક્ટનો સમાવેશ છઠ્ઠા નંબરના એરિયા ફોરમમાં થયો છે, જે ISAME તરીકે ઓળખવામાં આવે છે, જેનું હેડ ક્વાર્ટસ મુંબઈ ખાતે આવેલું છે. (ISAME – India, South Asia, Middle East-t ૧૪ દેશોનો સમાવેશ થાય છે.) દરેક એરિયાને વિવિધ મલ્ટીપલમાં વિભાજિત કરવામાં આવેલ છે, જે પૈકી ભારતમાં ૧૧ મલ્ટીપલ આવેલ છે અને આપણા ડિસ્ટ્રિક્ટનો સમાવેશ મલ્ટીપલ 3232માં થાય છે. મલ્ટીપલ 3232 એટલે સંપૂર્ણ ગુજરાત. ગુજરાતને 3232 38 1, 3232 8 2, 3232 B 3, 3232 8 4, 3232 J, 3232 F1 અને આપણું 3232 F224 કુલ સાત ડિસ્ટ્રિક્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલની સમગ્ર પોલિસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરતા હોય છે. જેના સદસ્ય ઈન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ઓળખાય છે. ઈન્ટરનેશનલ ડિરેક્ટરર્સની નિમણૂંક બે વર્ષ માટે થતી હોય છે.
લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલનો વહીવટ ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટ સંભાળે છે. ભારતમાંથી કુલ ૩ ઈન્ટરનેશનલ પ્રેસિડન્ટ સ્વ. લાયન રોહિત મહેતા (૧૯૯૨-૧૯૯૩), સ્વ. લાયન ડૉ અશોક મહેતા (૨૦૦૫-૨૦૦૬) અને લાયન નરેશ અગ્રવાલ (૨૦૧૭-૨૦૧૮) ભારતના ધ્વજને ઈન્ટરનેશનલ હેડક્વાર્ટરપર ફરકાવવામાં સફળ રહ્યા છે. કલકત્તાના લાયન એ.પી. સીંગ વર્ષ (૨૦૨૫-૨૦૨૬) માં ઈન્ટરનેશનલ પ્રેસીડન્ટ થવા જઈ રહ્યા છે.
* મલ્ટીપલકક્ષાએ ડિસ્ટ્રિક્ટનું નેત્તૃત્ત્વઃ
સ્થાપનાથી શરૂ કરીને હાલ પર્યત આપણા ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો અનુક્રમે સ્વ. લા. એચ. ટી. શાહ, લા. અશોક કાનુન્ગો, સ્વ. લા. મહેન્દ્રસિંહ જાડેજા તથા લા. જસ્વીકા દેસાઈએ મલ્ટીપલ કાઉન્સિલ ચેરપસર્ન તરીકે તેમજ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ લા. ડો. વિજય દેસાઈ તથા લા. પી. ડી. ખેડકર, વર્ષ ૨૦૨૩-૨૪માં લાયન મુકેશ પટેલ વાઈસ મલ્ટીપલ કાઉન્સિલ ચેરપર્સન તરીકે તથા વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. સંજીવ કેશરવાનીએ મલ્ટીપલ કાઉન્સિલ સેક્રેટરી/ટ્રેઝરર તરીકે તથા ૨૦૨૦-૨૧માં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. નિપમકુમાર શેઠએ મલ્ટીપલ કાઉન્સિલ સેક્રેટરી, ૨૦૨૨-૨૩માં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. નિશીથ કિનારીવાલાએ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેનના હોદ્દાઓ સંભાળીને મલ્ટીપલને સફળ નેતૃત્ત્વ પુરું પાડયું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં તત્કાલીન ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક wud વાઈસ મલ્ટીપલ કાઉન્સીલ ચેરપર્સન તરીકે મલ્ટીપલ કક્ષાએ નેતૃત્વ પુરું પાડી રહ્યા છે.
* Lioness to 11૦115 Clubs:
લાયન્સ ક્લબ સાથે અગાઉ લાયોનેસ ક્લબો પણ કાર્યરત હતી. વર્ષ ૨૦૧૮-૧૯થી લાયોનેસ ક્લબનું અસ્તિત્વ રહ્યું નથી. પરંતુ ન્યુ વોઈસને મહત્ત્વ આપવા અને ડિસ્ટ્રિક્ટને લેડીઝ લીડરશીપ મળે એવા આશયથી ઈન્ટરનેશનલ દ્વારા લાયોનેસ ટુ લાયન્સ બ્રીજ પ્રોગ્રામ આપવામાં આવ્યો જેને પરિણામે ક્લબની વહીવટી અને સેવાકીય એમ બંને પાંખોનુ સંચાલન ફકત અને ફક્ત લેડીઝ કરતી હોય એવી અનેક લાયન્સ ક્લબો ડિસ્ટ્રિક્ટમાં પ્રસ્થાપિત થઈ જે સ્ત્રી નેતૃત્ત્વ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.
* LeoClubs:
નવા વિચારો, નવો ઉત્સાહ અને નવી ટેકનોલોજીનો સમન્વય એટલે આપણું યુવાધન. યુવાનોની આ શક્તિનો મહત્તમ લાભ આપણી સંસ્થાને મળે અને યુવાનોને પણ પોતાની લીડરશીપ પૂરવાર કરવાનું પ્લેટફોર્મ મળે એ આશયથી વર્ષ ૨૦૧૪-૧૫માં લીયો ડિસ્ટ્રિક્ટની સ્થાપના કરવામાં આવી. હાલ ૧૦ જેટલી લીયો ક્લબમાંથી યંગ લીડરશીપનો લાભ આપણા ડિસ્ટ્રિક્ટને મળી રહ્યો છે.
* 3\2(GLOBAL ACTION TEAM) :
લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલે Anca વિકાસ (GLT), સભ્યપદ વૃદ્ધિ (૦101), સેવા (GST) જેવા અને લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (LCIF) ને વેગ મળે એ આશય સાથે વર્ષ ૨૦૧૭-૧ ૮થી ગ્લોબલ એક્શન ટીમ (GAT) રચના કરી છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નરગ્લોબલ એક્શન ટીમ (GAT) અધ્યક્ષ હોય છે. તેઓ GLT, 0101 ૦૩51, GET, Woman & Family Membership અને LCIF Committee ના કો-ઓર્ડિનેટરો તથા સભ્યોની નિમણૂંક કરે છે.
* ડિસ્ટ્રિક્ટના પરમેનન્ટ પ્રોજેક્ટો :
દરવર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય પ્રવૃત્તિઓની મહેંક ફેલાવતા પ્રથમ દસ ડિસ્ટ્રિક્ટમાં આપણું ડિસ્ટ્રિક્ટ અગ્રેસર રહે છે. જેનો યશ ડિસ્ટ્રિક્ટના સમગ્ર લાયન સભ્યોને જાય છે. સાથેસાથે તેમાં ડિસ્ટ્રિક્ટ 3232 [2ની ક્લબો દ્વારા પ્રસ્થાપિત થયેલ કાયમી પ્રોજેક્ટો રૂપી સેવામંદિરોનો પણ સિંહફાળો છે. લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન (1.૦1-)ની ગ્રાન્ટ દ્રારા સફળતાપૂર્વક કાર્યરત તેવા આ કાયમી પ્રોજેક્ટોમાં અંકલેશ્વર સ્કૂલ, લાયન્સ કેન્સર ડિટેક્સશન સેન્ટર, શારદાયતન સ્કૂલ, લાયન્સ હોલ, અડાજણ અને આંખની હોસ્પિટલ, લાયન્સ જનરલ હોસ્પિટલ-નવસારી, માંડવી આંખની હોસ્પિટલ, ચીખલી-બિલિમોરાની બ્લડ બેંક, ડાયાલિસિસ સેન્ટર-બિલિમોરા, લાયન્સ જોગર્સ પાર્ક, સિનિયર સિટિઝન પાર્ક નવસારી, આઈ બેન્ક વલસાડ, ઉપાસના સ્કૂલ-વાપી, બ્લડ બેંક, આઈ હોસ્પિટલ – વાપી, વિગેરેનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે દરવર્ષે કાયમી પ્રોજેક્ટ માટેએલસીઆઈએફ દ્વારા વધુમાં વધુ ૨ ઈન્ટરનેશનલ ગ્રાન્ટ ડિસ્ટ્રિક્ટને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણા ડિસ્ટ્રિક્ટમાં 1992-93 ના વર્ષથી ડિસ્ટ્રિક્ટ સર્વિસ $3 અને લાયન્સ સોશિયલ સિક્યોરીટી સ્કીમની શરૂઆત થઈ હતી. જે હાલ પર્યત કાર્યરત છે.